Saturday, February 4, 2012

પ્રશ્ન મને થાય

એ ચાલી જાય લડખડાતી
હજી તો માંડ ઓળા ઉતરે છે

પાનખરે જ્યાં રૂપ બતાવી દીધા હોય
વસંત પછી જ એની બહાર નોતરે છે

એ કાળની કેડીઓનો ધીમો પગરવ
કેમ જાને કોને હવે કોતરે છે

ખુદ સાંજની એ મઝધારે આવીને
કિનારે કિનારે બેસીને એ વિસ્તરે છે

હર હંમેશનો ખેલ હું પામી નથી શકતો
અહીં કોણ કોને છેતરે છે?

એ રોજ સાંજે ખાલિ કરીને જાય મારું હૈયું
તો પાછું સવારે આવીને કોણ ભરે છે

તું ભલે આજે મારી યાદ બની હોય
અહીં ક્રિશ્ન તો રોજ રાધા સ્મરે છે
---------shoonyavat
10);